કલેકટર આર.જે. માકડીયાના અધ્યક્ષ સ્થાને પ્રજાસત્તાક પર્વના આયોજન સંદર્ભે બેઠક યોજાઇ મોરબી : આગામી ૨૬મી જાન્યુઆરી-૨૦૧૯ના પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી મોરબી ખાતેની એલ.ઈ.કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે. તેમ જિલ્લા કલેકટરશ્રી આર.જે.માકડીયાએ ૨૬મી જાન્યુઆરી ઉજવણી સંદર્ભેના આયોજન અંગેની કલેકટર કચેરી સભાખંડમાં યોજાયેલ બેઠકમાં જણાવ્યું હતું જિલ્લા કલેકટરશ્રી માકડીયાએ ઉપસ્થિત અધિકારીશ્રીઓ પાસેથી પ્રજાસતાક પર્વની થયેલ આયોજન અંગેની વિગતો મેળવી હતી અને જણાવ્યું હતું કે જિલ્લાના મોરબી સિવાયના ચારે તાલુકામાં તાલુકા કક્ષાની પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવશે. તેમજ જિલ્લાકક્ષાના પર્વમાં મોરબી શહેરની કચેરીઓને લાઈટીંગથી શુશોભન કરવા સુચના આપવામાં આવી હતી. આ ઉજવણી કાર્યક્રમમાં વધુને વધુ લોકો જોડાય તેમજ ઉજવણી સ્થાને પૂરતી પાણી વ્યવસ્થા, સૂચારૂ આયોજન થાય તે અંગેતી તમામ બાબતોનું ધ્યાન રાખવા કલેકટરશ્રીએ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી કેતન પી જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જે.ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ડી.ડી.જાડેજા, પ્રાંત અધિકારીશ્રી એસ.જે.ખાચર સહિતના જિલ્લા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.