મોરબી:અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા જિલ્લા કક્ષાનો તેજસ્વી છાત્ર સન્માન સમારોહ મોરબીના આંગણે યોજાઈ ગયો જેમાં સમાજના શ્રેષ્ઠીઓએ વિધાર્થીઓને શિક્ષણક્ષેત્રે આગળ વધવા હિમાયત કરી હતી. મોરબીના સામાકાંઠે આવેલ વરિયા પ્રજાપતિ મંદિર ખાતે તાજેતરમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા ધો.૧૦,૧૨ અને કોલેજકક્ષાના જિલ્લાના તેજસ્વી તરલાઓને સન્માનવા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રજાપતિ સંઘના રાજ્ય મહામંત્રી દામજીભાઈ સતાપરા , સહમંત્રી કાનજીભાઈ મારુ, ભાણજીભાઇ વરિયા, નિવૃત જજ એ.સી.પ્રજાપતિ, મહિલા પીએસઆઇ જે.પી.વરિયા, મનસુખભાઇ પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોના હસ્તે સમાજના બાવન તેજસ્વી છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સમાજના શ્રેષ્ઠીઓએ પ્રાસંગિક ઉદબોધનમાં સમાજના છાત્રોને ઉચ્ચ શિક્ષણમાં આગળ વધવા જણાવી આજ ના સમયમાં ધોરણ ૧૦ પછી અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને પોતાના દીકરા દીકરી ઉચ્ચ શિક્ષણ મેળવે તે જોવા ભાર મુક્યો હતો. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='13863,13862,13861,13860']