મોરબી, થાન, વાંકાનેર અને રાજકોટના પ્રજાપતિ ભાઈઓનું અનેરું સેવાકાર્ય : દર વર્ષે ૧૫ હજાર શ્રદ્ધાળુઓને કરાવે છે પ્રસાદી મોરબી : મોરબી, થાન, વાંકાનેર અને રાજકોટના પ્રજાપતિ ભાઈઓ દ્વારા નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ચલાવવામાં આવતા પ્રજાપતિ મંડળ ભંડારામાં ગઈકાલે મોરારી બાપુ અને માયાભાઈ આહિરે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. મોરબી,રાજકોટ, થાન, વાંકાનેરના પ્રજાપતિ ભાઈઓ અને બહેનો મળીને છેલ્લા ૩ વર્ષથી તેરસ, ચૌદસ અને અમાસ આમ ત્રણ દિવસ દ્વારકા ખાતે આવેલ નાગેશ્વર જ્યોર્તિલિંગ મંદિરના પરિસરમાં પ્રજાપતિ મંડળ ભંડારો ચલાવે છે. દર વર્ષે તેઓ અહીં ૧૫ હજાર જેટલા શ્રદ્ધાળુઓને ભાવભેર પ્રસાદ કરાવે છે. ભંડારામા પ્રજાપતિ સમાજના ભાઈ બહેનો જાતે જ રસોઈ બનાવીને શ્રદ્ધાળુઓને પીરસે છે. ત્યારે ગઈકાલે પ્રખર કથાકાર મોરારી બાપુ અને જાણીતા કલાકાર માયાભાઈ આહીર નાગેશ્વર જ્યોર્તિલિંગના દર્શનાર્થે પધાર્યા હતા. ત્યારે તેઓ બન્નેએ પ્રજાપતિ મંડળ ભંડારાની પ્રસાદી ગ્રહણ કરી અને પ્રજાપતિ ભાઈઓના આ સેવકાર્યને બિરદાવ્યું હતું. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='31396,31397,31395,31394']