મોરબી : મોરબીની એલ.ઈ. કોલેજના સિવિલ વિભાગના સિનિયર પ્રોફેસરના પુત્ર ડો.નિશાંતનો આજ રોજ જન્મ દિવસ હતો.તેથી તેમના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના 130 પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ, બહેનો સહિત 150 લોકોને ભોજન કરાવ્યું હતું .તેમજ આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતું વાદ્ય ગ્રૂપ સાથે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મિત્રોને પાર્ટી આપવાને બદલે ભેટારીયા પરિવારે પુત્રના જન્મદિવસની ઉજવણી કરીને અન્યોને પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું.