મોરબીઃ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ મોરબીઃ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વુગા JGY ફીડર હેઠળના વિસ્તારોમાં આવતીકાલે તારીખ 1 ફેબ્રુઆરી ને બુધવારના રોજ સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી મેન્ટેનન્સના કારણે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેના કારણે ઘણા વિસ્તારોમાં વીજ કાપ રહેશે. આવતીકાલે બુધવારે હરિનગર, જનકપુર, ગીતા નગર, જૂના ઘુંટુ ગામ, રામકો વિલેજ તથા આસપાસના વિસ્તારોમાં વીજ કાપ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પુર્ણ થયે વીજ પુરવઠો ફરીથી ચાલુ કરવામાં આવશે.