રંગપર અને પાવાડિયારી સબ સ્ટેશન હેઠળ આવતા વિવિધ ઔદ્યોગિક અને વાણિજ્ય ફીડરોમાં સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મેન્ટેનન્સ કામગીરીને પગલે વીજ પુરવઠો બંધ રહેશેમોરબી : જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી તારીખ 13/04/2026, સોમવારના રોજ વીજ લાઈનમાં જરૂરી મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.પ્રાપ્ત માહિતી અનુસાર, 66 KV રંગપર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 KV યુરો ઇન્ડસ્ટ્રીઝ (Euro ind), લેક્ટોન ઇન્ડસ્ટ્રીઝ (Lacton ind), ફીનોલાઈટ ઇન્ડસ્ટ્રીઝ (Phenolite ind), ક્રિપટોન ઇન્ડસ્ટ્રીઝ (Krypton ind), સિમાંટો (Simanto) ફીડર તેમજ 66 KV પાવાડિયારી સબ સ્ટેશનમાંથી નીકળતા લેમસ્ટોન ઇન્ડસ્ટ્રીઝ (Lamestone ind) અને લેમોરેક્સ ઇન્ડસ્ટ્રીઝ (Lamorex ind) ફીડર સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મેન્ટેનન્સ કામગીરી માટે બંધ રહેશે.આથી, ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (H.T.) વીજજોડાણોમાં નિયત સમયગાળા દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી વહેલી પૂર્ણ થશે તો કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #Jetpar #PowerCut #PGVCL #MaintenanceWork #MorbiNews #IndustrialArea