મોરબી: જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 15/12/2025 ને સોમવારના રોજ મેઇન્ટેનન્સની કામગીરીને પગલે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં 66 KV બેલા સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી એન્ટિલા અને શિસમ ફીડર સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડર હેઠળ આવતા તમામ વાણિજ્ય, તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.