મોરબી: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 13/12/2025 ને શનિવારના રોજ મેઇન્ટનન્સની કામગીરીને પગલે કેટલાક વિસ્તારોમાં વિજપુરવઠો બંધ રહેશે. જેમાં વિવાંટા ઇન્ડસ્ટ્રીયલ ફીડર તથા બેલા ખેતીવાડી ફીડરમાં સવારે 8:00 થી સાંજે 5:00 સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જેથી આ ફીડર હેઠળના નવી પીપળી તથા જુની પીપળી ગામ તથા અન્ય ઔદ્યોગીક વિસ્તારોમાં વીજકાપ રહેશે.