મોરબી: મોરબી ઔદ્યોગિક પેટા વિભાગના પીપળી જેજીવાય ફીડર હેઠળના વિસ્તારોમાં આવતીકાલે, 10 સપ્ટેમ્બર, 2025ને બુધવારના રોજ વીજ પુરવઠો સવારે 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.આ સમયગાળા દરમિયાન તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ, સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આસપાસના કોમર્શિયલ કનેક્શન્સ, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જૂના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસીડેન્સી, હરિગુણ રેસીડેન્સી, નવી પીપળી અને જૂની પીપળી સહિતના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે. ફીડર હેઠળ આવતા તમામ વાણિજ્યિક અને ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.