મેન્ટેનન્સ કામગીરી અર્થે અલગ-અલગ ફીડરોમાં સવારે 8:00 વાગ્યાથી વીજ પુરવઠો બંધ રહેશેમોરબી: PGVCL ના ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 22/07/2026, બુધવારના રોજ વીજ લાઈન પર જરૂરી મેઇન્ટનન્સ અને MVCC ની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને પગલે આ વિભાગ હેઠળ આવતા વિવિધ ફીડરોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.અસરગ્રસ્ત વિસ્તારભરતનગર SS ના મેક્સવર્લ્ડ ફીડર અને પોઝિટિવ ફીડર સવારે 8:00 થી સાંજે 7:00 સુધી અને વિનાર્ટ ફીડર સવારે 8:00 થી બપોરે 1:00 સુધી બંધ રહેશે.નવા વાંકડા 66 KV SS માંથી નીકળતા મહાવીર JGY ફીડર સવારે 8:00 થી બપોરે 1:00 સુધી અને ઘૂંટુ રોડ SS માંથી વિવાન્તા ફીડર સવારે 8:00 થી બપોરે 2:00 સુધી બંધ રહેશે.આ ફીડરો હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક (HT) વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો નિયત સમય સુધી બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.#MorbiUpdate #MorbiNews #PowerCut #PGVCL #Morbi #Ghuntu #PowerOutage #MorbiIndustrial