મોરબી : મોરબીની ગૌતમ સોસાયટીમાં ગઈકાલે પોસ્ટમેન દ્વારા અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું એક બંડલ પડી ગયું હતું જે સોસાયટીના જાગૃત નાગરિક મનજીભાઈ બાબુભાઈ પાડલીયાને મળી આવતા તેઓએ રૂબરૂ હેડ પોસ્ટ ઓફિસે જઈને હાથો હાથ એ પાર્સલ પોસ્ટ માસ્તરને સુપરત કર્યું હતું અને એક જાગૃતિ નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવી હતી. શહેરની ગૌતમ સોસાયટીમાં ગઈકાલે પોસ્ટ મેન દ્વારા અજાણતા એક પાર્સલ, કે જેમાં અગત્યના ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાનકાર્ડ, વીમાના કાગળો, સરકારી ટેક્સના બીલો વગેરે જેવા અગત્યના કાગળો અને તેના કવરો હતા. જે પોસ્ટમેન દ્વારા અકસ્માતે પડી જતા સોસાયટીમાં રહેતા મનજીભાઈ બાબુભાઇ પાડલીયાને મળી આવ્યા હતા. જ્યારે આ ડોક્યુમેન્ટ્સ ખુબ જ અગત્યના હોવાનું સમજી ચૂકેલા એ જાગૃત નાગરિકે હેડ પોસ્ટ ઓફિસે રૂબરૂ જઈને પોસ્ટ માસ્ટરને એ બંડલ હાથોહાથ સુપરત કરીને પોતાની જાગૃકતા દાખવી હતી. પોસ્ટ ઓફિસમાં રહેલા તમામ પોસ્ટમેન દ્વારા તેમની આ જાગૃકતાને બિરદાવીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. [gallery ids='56855,56856']