મોરબી : સિરામિક નગરી તરીકે મોરબીમાં કોમર્શિયલ સેમ્પલ સહિતના પાર્સલ વિવિધ દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે ત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા પોસ્ટ ઓફિસના વિશાળ નેટવર્કને શક્તિશાળી બનાવવાના હેતુથી કસ્ટમ ડિપાર્ટમેન્ટ તથા પોસ્ટ વિભાગના સંયુક્ત પ્રયાસથી ડાકઘર નિર્યાત કેન્દ્ર (DNK) નામનું પોર્ટલ ડેવલોપ કરી સસ્તા દરે પાર્સલ સેવા શરૂ કરવામાં આવી છે. .મોરબી પોસ્ટ વિભાગ દ્વારા કાર્યરત કરાયેલ ડાકઘર નિર્યાત કેન્દ્ર (DNK) થકી વન ટાઈમ રજિસ્ટ્રેશન કરીને નિકાસકાર પોતે જ કોમર્શિયલ સેમ્પલ અથવા ઓર્ડરનો કન્સાઇનમેન્ટ પોર્ટલ પરથી જાતે જ બુક કરી શકે છે અને બુકિંગના અંતે પોસ્ટ ઓફિસે પહોંચાડવાનું રહેશે. અન્ય પ્રાઇવેટ કુરિયર કંપનીઓ કરતા વ્યાજબી દરે નિકાસકારો આ સેવાનો લાભ લઇ વિદેશમાં પોતાના કોમર્શિયલ સેમ્પલ અથવા ઓર્ડર મોકલી શકશે. આ માટે જરૂરી દસ્તાવેજો જેવા કે 1. આયાત નિકાસ પ્રમાણપત્ર (IEC), 2. જીએસટી પ્રમાણપત્ર, 3. બાહેધરી પત્ર (LUT ), 4. આર.બી.આઈ. એડ.કો, 5. આઈડી પ્રુફ અપલોડ કરી સેલ્ફ રજિસ્ટ્રેશન તથા KYC પ્રોસેસ કરી પોતાની રીતે જ પાર્સલના રેટ ડેસ્ટિનેશન વાઇસ ચેક કરી શકશે તથા પોતે બુક કરાવેલા પાર્સલનું બુકિંગ થી લઈને કસ્ટમ ક્લિયરન્સ તથા ડીલેવરી સુધીનું સ્ટેટસ પોતે પોર્ટલ પર ચેક કરી શકશે. વિશ્વભરના લગભગ 213 દેશોની અંદર DNK સેવા આપે છે. પોસ્ટ ઓફિસની આ સેવાની વધુ માહિતી માટે મોરબી મેઈન પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા અથવા ડોક્યુમેન્ટેશન માર્ગદર્શન માટે મોરબી મેઈન પોસ્ટ ઓફિસના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ પ્રજ્ઞેશભાઈ ઘોડાસરા (મો નં. 98253 71093)નો સંપર્ક કરવા જણાવાયું છે.