મોરબી : રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થા દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણના નિધી સમર્પણ મહાઅભિયાન અન્વયે મોરબીના લોકો દ્વારા તથા એસોસિએશનો દ્વારા અભિયાનમાં સમર્પણ આપેલ છે. ત્યારે મોરબી પોલિપેક એસોસિએશન દ્વારા આજે તા. 24/02/2021ના રોજ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઇ પનારા તથા ઉપપ્રમુખ અશોકભાઇ પટેલે આ અભિયાનના નિધિ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, લલિતભાઈ ભાલોડીયા અને મનુસુખભાઇ કાવરને 8,28,888 રૂપિયા સમર્પણ કરેલ છે. આમ, પોલિપેક એસોસિએશન દ્વારા રામમંદિર નિર્માણમાં આર્થિક યોગદાન આપવામાં આવેલ છે.