મોરબી : મોરબીમાં આવેલ ઓમ ઓફસેટના માલિક પીન્ટુભાઇ કંસારા (પ્રજાપતિ) દ્વારા લોકડાઉન દરમિયાન ફરજ બજાવી રહેલા મોરબી પોલીસને ડિઝાઇન, પ્રિન્ટિંગ તથા રેડિયમ અંગેનું કામ નિ:શુલ્ક કરી આપવામાં આવશે. જેનો લાભ લેવા માટે પીન્ટુભાઇ મો. 99795 91701પર સંપર્ક કરવાનો રહેશે. આમ, જાગૃત નાગરિક પીન્ટુભાઇ એ મોરબી પોલીસને સહયોગ આપી સેવાયજ્ઞમાં ફાળો આપી રહ્યા છે.