સીટી પોલીસ અને તાલુકા પોલીસે વિવિધ સ્થળોએ ચલાવી ટ્રાફિક ડ્રાઇવ : પોલીસની કામગીરી જોઈ લોકો ગેલમાં મોરબી : મોરબીમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલક પર સિટી પોલીસ અનેં તાલુકા પોલીસે તવાઈ બોલાવી હતી. ટ્રાફિક નિયમનો ભંગ કરનાર તથા આડેધડ વાહન પાર્ક કરનાર ૪૪ રીક્ષા ચાલક, ૧ કારચાલક તેમજ ટ્રાફિકને અડચણરુપ બનેલી ૧૧ રેકડી ડિટેઇન કરી દંડ ફટકાર્યો હતો. મોરબી શહેરના વિવિધ વિસ્તાર ટ્રાફિક સમસ્યા વકરી છે.ખાસ કરીને વાહન ચાલકો દ્રારા આડેધડ વાહન પાર્કિંગ કરવાને કારણે ટ્રાફિક જામ થતા પોલિસે ટ્રાફિક ડ્રાઇવ યોજી મોરબીના માળિયા ફાટક, નહેરુગેટ,જુના બસ સ્ટેશન નજીક,નવાડેલા રોડ,રવાપર રોડ,શનાડા રોડ,મોરબી વાંકાંનેર પર લાલપર, રફાળેશવર ,ટીબળી પાટિયા સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી ૪૪થી વધું રીક્ષા,૧૧ રેકડિ અનેં ૧ કાર સહીતનાં વાહન ચાલક સામે કેસ નોંધી અને દંડ ફટકાર્યો હતો પોલીસની આ કામગીરી જોઈને ટ્રાફિકથી પીડાતા વેપારીઓ તેમજ સામાન્ય લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. પોલીસ નિયમિત પણે આ પ્રકારે ટ્રાફિક ડ્રાઇવ યોજે તેવી લોકમાંગ ઉઠી છે