મોરબી - વાંકાનેર હાઇવે ઉપર ટ્રક ચાલકે પોલીસ વાહનને ઠોકર મારીમોરબી : મોરબીથી મહારાષ્ટ્રમા તપાસ માટે જઈ રહેલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમના વાહનને મોરબી - વાંકાનેર હાઇવે ઉપર ટ્રક ચાલકે ઠોકર મારતા સર્જાયેલ અકસ્માતમા સીટી એ ડિવિઝન પોલીસ મથકના જમાદારને ઇજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રીના સમયે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ તપાસના કામે મહારાષ્ટ્ર જવા માટે વાહન લઈને રવાના થયા બાદ મોરબી - વાંકાનેર હાઇવે ઉપર કેનરા બેન્ક પાસે પોલીસ વાહન નંબર જીજે - 18 - જીએ - 3363 ને ટ્રક નંબર 36 - એક્સ 9843ના ચાલક મયુર દેવાભાઈ મકવાણાએ ઠોકર મારતા પોલીસ વાહનમાં બેઠેલા એ.એસ.આઈ સંજયભાઈ ઘનશ્યામભાઈ પટેલને માથામાં ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.