કામ વગર જાહેરમાં નીકળતા 22 શખ્સોના વાહનો ડિટેઇન કરાયા : લોકડાઉનની સ્થિતિમાં જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવવા એ ડિવિઝન પોલીસની દાખલારૂપ કામગીરી મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ લોકડાઉનની સ્થિતિમાં જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવવા માટે દાખલારૂપ કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં આજે ડ્રોન કેમેરાની મદદથી 7 ટોળાને ઝડપી પાડવામાં આવ્યા હતા. અને કામ વગર બહાર નીકળતા 22 શખ્સોના વાહન ડિટેઇન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલિસે આજે ડ્રોન ઉડાડીને 7 ટોળાઓ ઝડપી પાડયા હતા. જેમાં 39 શખ્સોની અટકાયત કરી તેઓ સામે ગુનો દાખલ કર્યો હતો. આ સાથે 22 જેટલા વાહનો પણ ડિટેઇન કર્યા હતા. આ સાથે બે અન્ય જાહેરનામાં ભંગના ગુના પણ નોંધ્યા હતા. આમ આજે એ ડિવિઝન પોલીસે કામ વગર બહાર નીકળીને પોતાના તેમજ પરિવાર અને સર્વ સમાજ ઉપર જોખમ ઉભું કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી દાખલો બેસાડ્યો છે.