મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ પરથી ગુમ થયેલી બાળકીનું સોશિયલ મીડિયાની સહાયથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. મોરબીના જુના ઘુંટુ રોડ ઉપરથી ઉર્વિ દિક્ષિતભાઈ બાબરીયા નામની બાળકી ગુમ થઈ હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી જયરાજભાઈ જાદવ, વિશ્વાસભાઈ જોષી, ભરતભાઈ બારોટ અને જયેશભાઈ ભરવાડ (કનૈયા પાનવાળા)ને આ બાળકીને ત્રાજપર ખારીના યોગીનગર ખાતે મળી હતી. જેથી પોલીસનો સંપર્ક કરતાં હેડ કોન્સ્ટેબલ વાલભા ચાવડા, કોન્સ્ટેબલ મુકેશભાઈ સોલંકી, સંતોષદાન ગઢવી અને કાજલબેન જાદવે બાળકીના માતા-પિતાને પોલીસ સ્ટેશને બોલાવી ખરાઈ કરી સહી સલામત સોંપી આપી હતી. આમ પોલીસ અને જાગૃત નાગરિકોએ ગુમ બાળકીનું માતા-પિતા સાથે મિલન કરાવતા માતા-પિતાએ પણ પોલીસ અને જાગૃત નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.