'Sunday On Cycle' થીમ પર સાયકલ રેલીમાં અધિકારીઓ, પોલીસ કર્મીઓ ઉત્સાહભેર જોડાયામોરબી: તંદુરસ્તીના મહત્વ પર ભાર મૂકતા 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ'ના ભાગરૂપે, મોરબી પોલીસ દ્વારા આજે, 24મી ઑગસ્ટ, 2025ના રોજ, 'Sunday On Cycle' થીમ પર એક વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલ રેલી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી શરૂ થઈને નગર દરવાજા સુધી પહોંચી હતી અને ત્યાંથી પરત મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવીને સમાપ્ત થઈ હતી. આ રેલીમાં પોલીસ હેડક્વાર્ટર, મકનસર, મોરબી ખાતે યોગા અને ઝુમ્બા-એરોબિક્સ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.