પ્રજાજનોને જાહેર રજાઓમાં સાવધ રહેવું હિતાવહ મોરબી : મોરબી પોલીસના સાયબર સેલ દ્વારા જાહેર રાજાઓના દિવસોમાં બેન્કિંગ છેતરપિંડીથી સાવચેત રહેવા અપીલ કરી છે. સાયબર સેલ મોરબીની યાદીમાં જણાવ્યા મુજબ છેતરપિંડી આચરતા ભેજાબાજો મોટા ભાગે રજાઓનો દિવસોમાં જ નેટબેન્કિંગ,ક્રેડિટકાર્ડ તેમજ ઓનલાઇન વ્યવહારમાં ફ્રોડ કરતા હોય છે જેથી આ તહેવારોના અને રજાના દિવસોમા પ્રજાજનોએ સાવધ રહેવા જણાવાયું છે.