અખિલ ભારતીય કોળી સમાજ અને સમસ્ત સૌરાષ્ટ્ર સેનવા (રાવત) સમાજ પ્રગતિ મંડળ દ્વારા સન્માન કરાયું મોરબી : મોરબીના અખિલ ભારતીય કોળી સમાજ અને સમસ્ત સૌરાષ્ટ્ર સેનવા (રાવત) સમાજ પ્રગતિ મંડળ દ્વારા નકલી રેમડેસીવર ઇન્જેક્શનનું કૌભાંડ પકડી પાડનાર મોરબી જીલ્લા પોલીસ ટીમનું સન્માન કરવા કરવામાં આવ્યું છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે અનેક પરીવારોને ઉંચા ભાવે કાળાબજારમાં ડુપ્લીકેટ ઈન્જકશનો વેચી અને લાખો રૂપીયાનો વેપલો કરનાર ગેંગને મોરબી જીલ્લા પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આથી, ગુજરાત અને બીજા રાજયોમાં નકલી રિમડેસીવર ઈજેકશન બનાવનાર અને સપ્લાયર ગુનેગારોને પકડી પાડી અનેક લોકોના જીવ બચાવવાનો યશ મોરબી જિલ્લા પોલીસ અધિકારી, એલ.સી.બી. પોલીસ ઈન્સપેકટર, ડી.વાય.એસ.પી. સહિતની પોલીસ ટીમને જાય છે. ત્યારે અખિલ ભારતીય કોળી સમાજ અને સમસ્ત સૌરાષ્ટ્ર સેનવા (રાવત) સમાજ પ્રગતિ મંડળ દ્વારા પોલીસ ટીમને સન્માનપત્ર અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.