મોરબી : લોકડાઉનની કડક અમલવારી માટે મોરબી બી.ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં તેમજ ખાસ કરીને વીશીપરામાં પોલીસે ઉચ્ચ અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. વીશીપરા વિસ્તારમાં આદર્શ લોકડાઉનની સ્થિતિ જળવાતી ન હોવાનું ધ્યાને આવતા ડીવાયએસપી રાધિકા ભારાઇ, મહિલા પીએસઆઈ શુક્લા, પીઆઇ પી.ડી.ગઢવી સહિતના પોલીસ કાફલાએ ફૂટ પેટ્રોલિંગ કરી કાયદા કાનૂનની વ્યવસ્થાનું સુચારુરૂપથી પાલન થાય એ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ફૂટપેટ્રોલીગ ઊપરાંત ડ્રોન કેમેરાથી પણ ઉક્ત વિસ્તારમાં બાજ નજર રાખવામાં આવી રહી છે. ઉક્ત પુરી કાર્યવાહીમાં મોરબીનો ડી.સ્ટાફ પણ સાથે જોડાયો હતો.