મોરબી સિટી A ડિવિઝન પોલીસ અને 'હેન્ડ્સ ઓફ કરુણા' સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પાણી ભરાયેલા વિસ્તારમાં કરાયું ફૂડ વિતરણમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે પોલીસે પોતાની ફરજ બજાવવાની સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબી સિટી A ડિવિઝન વિસ્તારમાં આવેલ કેનાલ ચોકડી પાસેની ઝૂંપડપટ્ટીમાં વરસાદી પાણી ભરાઈ જતાં ત્યાં રહેતા ગરીબ પરિવારજનો અને બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી સિટી A ડિવિઝન પોલીસ ટીમ દ્વારા સામાજિક સંસ્થા 'હેન્ડ્સ ઓફ કરુણા' ના સહયોગથી અસરગ્રસ્ત ઝૂંપડપટ્ટી વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં પાણી વચ્ચે અટવાયેલા નાના બાળકો તેમજ સ્થાનિક રહીશોને બિસ્કીટ, નાસ્તો અને ગરમ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુશ્કેલીના સમયમાં પોલીસની આ સરાહનીય કામગીરી અને માનવતાવાદી અભિગમની સ્થાનિકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #Humanity #HandsOfKaruna #MorbiRain #ADivisionPolice #Monsoon2026 #MorbiNews