મોરબી : હાલમાં કોરોના વાયરસને પગલે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે ગરીબો ભૂખ્યા ના રહે તે હેતુથી મોરબીમાં પાડા પુલ નીચે રહેતા ગરીબ બાળકોને પોલીસ અને એક સામાજિક સંસ્થાના સભ્યો દ્વારા બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાતાવીરડા ખાતે આવેલા દિયાન પેપસઁના માલિક ઘિરેન કાસુંન્દ્રાએ કોરોના વાયરસ ન ફેલાય, તેની તકેદારીના ભાગરૂપે 600 જેટલા કર્મચારીઓને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કર્યું હતું.