પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ ઝુંબેશ : ૧૩૫૯ કેસ કરાયા, ૧૮૪ વાહનો ડિટેઇન કરાયા, ૩૯ વાહનચાલકો પીધેલી હાલતમાં ઝડપાયા મોરબી : મોરબી પોલીસે નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને બે મહિનામાં સઘન વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ૬૪૫૬ વાહનોનું ચેકીંગ કરીને રૂ. ૩.૨૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત ૧૩૫૯ કેસ કરવામાં આવ્યા હતા. સાથે ૧૮૪ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે ૩૯ વાહનચાલકો પીધેલી હાલતમાં ઝડપાયા હતા. મોરબીમાં વાહન અકસ્માત અને વાહન ચોરીના બનાવો અટકાવવા તથા શોધી કાઢવા તેમજ નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખી નવેમ્બર તેમજ ડિસેમ્બર દરમ્યાન મોરબી જીલ્લામાં અલગ-અલગ પોઇન્ટ પર વાહન ચેકીંગ અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ અને ટ્રાફિક નિયમો ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી તેમજ ગત માસ થી સીસી ટીવી કેમેરા મારફતે ટ્રાફિક નિયમો ભંગ કરનાર વિરૂધ્ધ ઇ-ચલણ ઇસ્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. આ ઝુંબેશ દરમ્યાન મોરબી સીટી ટ્રાફીક શાખા તથા જીલ્લાના પોલીસ સ્ટેશનો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૬૪૫૬ વાહનો ચેક કરવામાં આવ્યા હતા. ૧૮૪ વાહનો ડિટેઇન કરાયા હતા. ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા ૨૩ વાહનચાલકો, ટ્રાફિકને અડચણરૂપ ૪૦ વાહનો, દારૂ પીને વાહન ચલાવતા ૩૯ ઈસમો, વાહનમાં હથિયાર રાખીને ફરતા ૫ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ સાથે મોટર વહીકલ કાયદા મુજબ ૧૩૫૯ કેસો કરીને રૂ. ૨,૮૪,૯૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો. જ્યારે ઇ ચલણથી રૂ. ૩૭,૬૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en