મોરબી જિલ્લામાં ચોરી, લૂંટ કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા પોલીસ દ્વારા છેવાડાનાં વિસ્તારમા ચેકિંગ હાથ ધરાયુ મોરબી : જીલ્લામા વધતા ચોરી, લૂંટ, ઘરફોડી બનાવમા શહેરની બહાર વસતા આવા લોકોની સંડોવણી ભૂતકાળમાં સામે આવતાં તકેદારીના પગલાં રૂપે મોરબી જિલ્લામા નવ નિયુક્ત એસપી ડો. કરનરાજ વાઘેલાનાં આદેશને પગલે મોરબી જિલ્લાનાં તમામ પોલીસ મથકો અનેં સ્પેશ્યલ બ્રાન્ચ દ્રારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં જિલ્લામા કુલ 744 ઈસમનાં રહેઠાણ તેમજ ઓળખ પુરાવા તપાસી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ કરી હતી.આ ઉપરાંત 157 જેટલા ઝુંપડાઓમાં ચેકિંગ કર્યું હતુ. જો કે ચેકિંગ દરમીયાન કોઈશંકાસ્પદ ચીજ મળી આવી ન હતી. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='28181,28180,28183,28184,28185,28186,28182']