મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ભૂમિકાબેન ફરી એક વાર ગુજરાત પોલીસની શાન વધારી મોરબી : રાજકોટમાં આજે હાંફ મેરેથોન દોડની સ્પર્ધા યોજાઈ હતી.જેમાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ભૂમિકાબેન ભુતે મેદાન માર્યું હતું.ભૂમિકાબેન ભુતે 10 કિલોમીટરની મેરેથોન દોડમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવીને ફરી એકવખત મોરબી જિલ્લાની સાથે ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. રાજકોટમાં આજે વહેલી સવારે રોટરી કલબ દ્વારા હાંફ મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ તો દોડ્યું હતું.પરંતુ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના જાબાઝ લેડી પોલીસમેન ભૂમિકાબેન ભુતે રંગ રાખી દીધો હતો.ભૂમિકાબેન ભુતે રાજકોટની મેરેથોન દોડમાં ઉત્સાહભેર ભાગ લઈને 10 કિલોમીટરની દોડમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ દાખવીને સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.જેથી મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યની પોલીસની શાન વધી છે.જોકે અગાઉ ભૂમિકાબેન ભુતે ગિરનારની આરોહણ અવરોહણમાં પણ ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી હતી.ત્યારે ફરી એકવખત ભૂમિકાબેને રાજકોટની હાંફ મેરેથોન દોડમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવીને મોરબી જિલ્લાનું જ નહીં પુરા રાજ્યની પોલીસનું ગૌરવ વધાર્યું છે.