મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં પોલીસ ફરિયાદ કરેલ હોવાનું મનદુઃખ રાખીને ચાર શખ્સોએ મહિલાને માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મોરબી શહેરના કાલિકા પ્લોટમાં રહેતા નસીમબેન કરીમભાઈ પારેડીએ દાઉદ ઉર્ફે દાવલો મામદભાઈ પલેજા, જાવેદ મીટર, રહીમ ટકો અને દાઉદના માસીનો દીકરો સામે ફરિયાદ નોંધાવ્યા અનુસાર નસીમબેને આગાઉ દાઉદ ઉર્ફે દાવલો મામદભાઈ પલેજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરેલ હતી. જેનું મનદુઃખ રાખી રાખી આરોપી દાઉદએ ફરિયાદી નસીમબેનના ઘરમાં જય ગાળો આપી અને તેને ઘરની બહાર ખેંચી લાવ્યો હતો. બાદમાં આરોપી દાવલાએ લોખંડના પાઈપ વડે ફરિયાદી નસીમબેનને માર મારી બંને પગે તથા ડાબા હાથના કોણીના ભાગે ફેકચર જેવી ઈજાઓ કરી હતી. તથા આરોપી જાવેદ મીટર, રહીમ ટકો અને દાઉદના માસીના દીકરાએ ગાળો આપી મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં પોલીસ બનાવની વધુ તપાસ કરી રહી છે.