મોરબી સીટી ટ્રાફિક, જિલ્લા ટ્રાફિક સહિત પોલીસ મથકોમાં ફેરબદલ મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા આજે જુદા - જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા ૧૭ પોલીસ કર્મચારીઓની આંતરિક ફેરબદલ કરવા હુકમ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા યુએલઆર, યુએચસી, પીસી, એપીસી સહિતની બદલી કરવા હુકમ કરી બદલી પામેલા કર્મચારીઓને બદલીની જગ્યાએ તુર્તમાં ફરજ ઉપર હાજર થવા ફરમાન કર્યું છે.