આઠ પોલીસ કર્મચારીઓની અરસ - પરસ બદલી મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા બદલીનો ગંજીપો ચિપી આઠ પોલીસ કર્મચારીઓની અરસ - પરસ બદલી કરવા હુકમો કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાએ આઠ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવા હુકમ કર્યા છે જેમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા દિનેશકુમાર હુંબલ, અજયસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલા, અને હિતેશભાઈ કુંવરીયા અને માળિયા ખાતે ફરજ બજાવતા કમલેશભાઈ ખાંભલીયાની બદલી સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ મોરબી ખાતે કરવામાં આવી છે. ઉપરાંત માળિયામાં ફરજ બજાવતા જગદીશભાઈ મકવાણા, અનિલભાઈ ડાભી અને કુલદીપકુમાર સોલંકીની બદલી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરવામાં આવી હોવાનું સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે.