મોરબી : આજ તા. 4ના રોજ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ચૌધરી દ્રારા શનાળા રોડ ઉપર હાઉસીંગ વિસ્તારમાં રહેતા સીનીયર સીટીઝન પોપટભાઇ હરગોવિંદભાઇ બુધ્ધદેવની પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે, તેઓની દવા લઇ આવનાર કોઇ ન હોય અને તેઓને દવાની જરૂરીયાત છે. આથી, એ તેઓએ પોલીસ સ્ટાફના નરવિરસિંહ જાડેજાને સુચના કરેલ અને તેઓને દવા પહોંચતી કરી આપેલ હતી. તેમજ આ સીનીયર સીટીઝનને બીજુ કોઇ પણ કામ હોય તો તે માટે ફોન નંબર આપી કોઇ પણ કામ માટે ફોન કરવા જણાવેલ હતું. આમ મોરબી પોલીસ એ સીનીયર સીટીઝનની જરૂરીયાતના સમયે મદદ કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ હતુ. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/