એ ડિવિઝન પોલીસના ગુન્હામાં ફરાર મહિલાને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધી મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપીને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે મયુર પુલ નીચે ભરાતી ગુજરી બજારમાંથી ઝડપી લીધી હતી. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના લોક રક્ષક કિશનભાઈ ધીરુભાઈ મોટાણીએ મોરબીમાં મયુર પુલ નીચે ભરાતી રવિવારી બજારમાંથી સીટી એ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપી હંસાબેન વીનીશભાઈ ચાડમિયા રે.નાસ્તા ગલી તાલુકા પોલીસ મથક સામે વાળી ને ઝડપી લઈ કોવિડ ટેસ્ટ કરાવી અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.