મોરબી : ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષા-સાહિત્યનાં શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક વર્ષ-2022 અંતર્ગત બાળ વિભાગમાં મોરબીના કવિ સંજય બાપોદરિયા 'સંગી'નાં બાળકાવ્યસંગ્રહ 'પાંખ મળે તો...' ને દ્વિતીય ક્રમે પારિતોષિક જાહેર થયું છે. આ પારિતોષિક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તારીખ 21 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એનાયત કરવામાં આવશે.મોરબીના કવિ સંજય બાપોદરિયા ‘સંગી’ના બાળકાવ્યસંગ્રહ ‘પાંખ મળે તો’ ને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દ્વિતીય ક્રમે પારિતોષિક જાહેર કરીને 7 હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સંજય બાપોદરિયાને લોકસાહિત્યકા અને સંસ્કાર ભારતી મોરબી જિલ્લા સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઈ બરાસરા સહિતના લોકોએ અભિનંદન પાઠવ્યા છે.