કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજૂર: HDFC બેંકના સહયોગથી સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ અને સ્ટેમ લેબ સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરાશેમોરબી : મોરબીના માધાપરવાડી વિસ્તારમાં આવેલી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા માટે ડબલ ખુશખબર સામે આવ્યા છે. શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ઉત્કૃષ્ટ પરિણામોને કારણે અહીં 425 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. જોકે, માધ્યમિક શાળાના અભાવે અનેક દીકરીઓ ધોરણ 9 માં પ્રવેશ મેળવવાથી વંચિત રહી જતી હતી. આ ગંભીર પ્રશ્ન અંગે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો દ્વારા મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રજૂઆત કરવામાં આવી હતી.બંને જનપ્રતિનિધિઓના સંયુક્ત અને સઘન પ્રયાસોના પરિણામે શિક્ષણ વિભાગ દ્વારા માધાપરવાડી વિસ્તારમાં નવી માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, મોરબીના વજેપરવાડી વિસ્તાર અને પીપળી ગામમાં પણ નવી માધ્યમિક શાળાને મંજૂરી મળી છે. આ ઐતિહાસિક નિર્ણય બદલ વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનોએ કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા, રીવાબા જાડેજા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ. મોતાનો આભાર વ્યક્ત કર્યો છે.HDFC બેંક અને યુવા અન્સ્ટોપેબલના આર્થિક યોગદાનથી શાળાનો કાયાકલ્પ થશેમાધ્યમિક શાળાની મંજૂરીની સાથે સાથે આ શાળાને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. HDFC બેંકના આર્થિક સહયોગથી 'યુવા અન્સ્ટોપેબલ' સંસ્થા દ્વારા શાળામાં નીચે મુજબની ભૌતિક સુવિધાઓ વિકસાવવામાં આવશેનવા ઓરડા: શાળામાં 2 નવા અત્યાધુનિક રૂમ બનાવવામાં આવશેડીજીટલ શિક્ષણ: સ્માર્ટ અભ્યાસ માટે 20 કમ્પ્યુટર અને 4 મોટા જમ્બો LCD ટીવી આપવામાં આવશે (જે શાળામાં ઉપલબ્ધ થઈ ચૂક્યા છે).આધુનિક લેબ: વિદ્યાર્થીઓ માટે ખાસ સ્ટેમ (STEM) લેબ અને સુસજ્જ પુસ્તકાલયની સુવિધા ઊભી કરાશે.ઈન્ફ્રાસ્ટ્રક્ચર: શિક્ષકો માટે જરૂરી ટેબલ, ખુરશી, કબાટ તેમજ શાળામાં જીમ અને સોલાર રૂફ સિસ્ટમ કાર્યરત કરાશે.પર્યાવરણ અને કળા: શાળા પરિસરમાં વૃક્ષારોપણની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને દીવાલો પર અભ્યાસક્રમને લગતા શૈક્ષણિક ચિત્રો દોરવામાં આવશે.લાખો રૂપિયાના ખર્ચે મળનારી આ ભૌતિક સુવિધાઓ અને નવી માધ્યમિક શાળા મંજૂર થતાં માધાપરવાડી કન્યા શાળામાં સાચા અર્થમાં સોનાનો સૂરજ ઉગ્યો છે.#Morbi #Education #MorbiNews #PMSriSchool #Madhaparwadi #HDFC #Development #SchoolInfrastructure #GujaratEducation