મોરબી : મોરબી પાલિકા દ્વારા આજે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા દરોડાની કાર્યવાહી કરી ૮૦૦૦ પ્લાસ્ટિકના ગ્લાસ અને ૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.૨૫૦૦ દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગરપાલિકાની ટીમ દ્વારા આજે પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ અંતર્ગત રાજ આઈસ્ક્રીમમાં દરોડો પાડી ૮૦૦૦ નંગ પ્લાસ્ટિકના ગ્લાસ ઉપરાંત પ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂપિયા ૨૫૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.