મોરબીના નારણકા ગામે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તથા સરકાર તરફથી મળતી યોજના વિશેની માહિતી નારણકા ગ્રામજનોને આપવામાં આવી હતી. આ તકે તાલુકા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનો એ પણ વૃક્ષ રોપી તેનુ જતન કરવા કહ્યું હતું. તેમજ તાલુકા પંચાયત કચેરીની બહેનો દ્વારા મિશન મંગલમ મંડળ વિશેની માહિતી ગ્રામની બહેનોને આપવામાં આવી હતી તેમજ સરકાર તરફથી મળતી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી તેના લાભો કઈ રીતે લય શકાય તે વિશે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું. આ તકે તાલુકા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલ તલાટીક્રમ મંત્રી ડી.પી.જાડેજા નારણકા ગ્રામ પંચાયત સરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રાણલાલ પૈજા તથા નારણકા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne