મોરબી: મોરબી આરોગ્ય શાખામાં ફરજ બજાવતા અને યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્ય દિલીપભાઈ દલસાનિયા દ્વારા આજે તેમના પુત્ર 'સંવિધાન' ના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. અને જીવન દરમ્યાનનું 33મી વખત રક્તદાન કર્યું હતું. તેમજ પોતાના વિસ્તારના નાના ભૂલકાઓને નાસ્તો કરાવીને પ્રેરણાદાયી ઉજવણી કરી આનંદ અનુભવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે યંગ ઇન્ડિયા ગ્રુપના 'આપવા ના આનંદ' કેમ્પેઈનને અત્યાર સુધીમાં મોરબીના લોકો દ્વારા કોઈ પણ પ્રસંગની ઉજવણી કરવાનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે મોરબીના પિતાએ પુત્રના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરી અન્યને મદદરૂપ બનવા સંદેશ પાઠવ્યો હતો.