મેગજીન વાળી આધુનિક પિસ્તોલ સાથે આરોપીને ઝડપી પાડતી મોરબી એલ.સી.બી. મોરબી : મોરબી શહેર જિલ્લામાં ગુન્હાહિત માનસ ધરાવતા લોકો બિન્ધાસ્ત ઘાતક હથિયારો સાથે ફરી રહ્યા છે ત્યારે ગઈકાલે એલસીબીએ ગેંડા સર્કલ નજીકથી એક શખ્સને આધુનિક મેગજીનવાળી પિસ્તોલ અને ચાર જીવતા કારતુસ સાથે ઝડપી લીધો હતો. મોરબી એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ અમે તેમની ટીમને મળેલી બાતમીને આધારે મોરબી ગેંડા સર્કલ પાસેથી આરોપી અશોક વિરજીભાઇ સિંધી રહે. મોરબી ૨, ગુજરાત હાઉસીંગ બોર્ડ વાળાને ગેરકાયદેસર મેગજીન વાળી પિસ્તોલ કિંમત રૂપીયા ૧૦,૦૦૦ તથા જીવતા કાર્ટીસ નંગ- ૪ કિંમત રૂપીયા ૪૦૦ મળી કુલ કિ.રૂ. ૧૦,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવાયો હતો.