મોરબી : મોરબીમા નવરચીત મહીલા પોલીસ મથકના પ્રથમ પીઆઈ એ.એન. સંધી ગત તા.૩૦ ના રોજ વયમર્યાદા ના કારણે નિવૃત થતા મહીલા પોલીસ મથક ખાતેના મહીલા પોલીસસ્ટાફ દ્વારા પીઆઈ એ.એન. સંધીના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિહ રાઠોડ,ડીવાયએસપી બન્નો જોશી તેમજ મોરબી જીલ્લામા ફરજ બજાવતા તમામ પીઆઈ , પીએસઆઈ કક્ષાના અધિકારીઓએ આ વિદાય સમારંભમા હાજરી આપી અને પીઆઈ એ.એન.સંધી ને તેના નિવૃત્તીનુ જીવન સુખ અને શાંતિમય પસાર થાય એ માટે શુભકામનાઓ પાઠવી હતી તેમજ પીઆઈ એ.એન.સંધી નિવૃત્ત થતા હાલ મહીલા પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ તરીકે હોનહાર અને કુશળ મહીલા પીએસઆઈ અર્ચના.એમ.રાવલે સુકાન સંભાળ્યુ છે.