મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ થોડા દિવસો પહેલા જિલ્લા પોલીસ માળખામાં ધરખમ ફેરફાર કર્યા હતા. જેમાં પીઆઇ પીએસઆઇ અને પોલીસ કર્મચારીઓની સામુહિક આંતરિક બદલી કરી હતી. જેમાં થોડા દિવસ પહેલા એસઓજી પીઆઇની મોરબી એ ડિવિઝનના પીઆઇ તરીકે બદલી કરી દેવામાં આવી હતી.ત્યારે હવે ફરી તેમને મૂળ સ્થાનકે એટલે એસઓજીના પીઆઇ તરીકે મુકવામાં આવ્યા છે અને તેઓને એ ડિવિઝનના પીઆઇનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે એસઓજીના ઈન્ચાર્જ પીઆઇ પી.જી.પનારાને લિવ રિઝર્વમાં મૂકી દેવાયા છે.