મોરબી : મોરબીમાં કોરોનાના કહેર વચ્ચે ફિઝિયોથેરાપીસ્ટ ડો.ભાવેશ ઠોરિયાએ જન્મદિવસની સેવાકીય ઉજવણી કરી હતી. જેમાં જલારામ મંદિર દ્વારા ભુખ્યા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવા ચાલતા સેવાયજ્ઞમા તેઓએ યોગદાન આપી તથા દરેક શુભચિંતકોને કોરોના સામેની લડાઈમા સહકાર આપવાની શપથ લેવડાવી પોતાનો ૩૯મો જન્મદીન ઉજવ્યો હતો. મોરબીની શાંતિ ફીઝીયોથેરાપી ક્લીનીક વાળા ડો.ભાવેશ ભાઈ ઠોરીયાએ પોતાનો ૩૯મો જન્મદીન અનોખી રીતે ઉજવ્યો હતો. પ્રવર્તમાન સમયમા સમગ્ર વિશ્વમા કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે મોરબીના ડો. ભાવેશભાઈ ઠોરીયાએ સામાજીક જવાબદારી અદા કરી, પ્રેરણાદાયી પહેલ કરી પોતાનો જન્મદીન ઉજવ્યો હતો. જે અંતર્ગત મોરબી જલારામ મંદિર દ્વારા લોકડાઉનના સમયમા ભુખ્યા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવા યજ્ઞ ચાલે છે જેમા દરરોજ ૫૦૦૦ થી વધુ ફુડપેકેટ ની વ્યવસ્થા કરવા મા આવે છે તેમા ડો. ભાવેશ ભાઈ ઠોરીયા એ પોતાનુ યોગદાન આપી જન્મદીન ની ઉજવણી સાર્થક કરી હતી. તે ઉપરાંત, પોતાના શુભચિંતકો, મિત્રો તેમજ સગા સંબંધીઓ કે જેમને ફોન પર જન્મદીનની શુભકામનાઓ પાઠવી હતી તેમને કોરોના સામેની લડાઈ મા સહયોગ આપવા, સરકાર ના આદેશો નુ પાલન કરવા અંગે શપથ લેવડાવ્યા હતા. તેમની આ પ્રેરક પહેલ બદલ ચોમેર થી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.