પંચાસર રોડ સત્યમ હોલ ખાતે બપોરે 4 થી 8 વાગ્યા દરમિયાન કાર્યક્રમ યોજાશેમોરબી અપડેટ : મોરબી ફોટો એન્ડ વીડિયો એસોસિએશન દ્વારા સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓના પ્રોત્સાહન અને સન્માન અર્થે વિશેષ 'વિદ્યાર્થી સન્માન સમારંભ' નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તારીખ 16-08-2026, રવિવારના રોજ બપોરે 4 થી 8 વાગ્યા દરમિયાન મોરબીના પંચાસર રોડ પર આવેલા સત્યમ હોલ ખાતે યોજાશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌ માટે ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. મોરબી ફોટો એન્ડ વીડિયો એસોસિએશન દ્વારા તમામ આમંત્રિતો અને સ્નેહીજનોને આ ભાવભર્યા નિમંત્રણનો સ્વીકાર કરી કાર્યક્રમમાં સહભાગી થવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiPhotoVideoAssociation #StudentFelicitation #SatyamHall #PanchasarRoad #MorbiNews #GujaratNews