કાલે ગુરૂવારે સવારે 9:30 કલાકે પાવર હાઉસ કમ્પાઉન્ડથી રેલીનું પ્રસ્થાન થશે: લોકોને જાગૃત કરવા પેમ્ફલેટનું વિતરણ કરાશેમોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા તારીખ 26 જૂન થી 2 જુલાઈ સુધી સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા વીજ સલામતી તેમજ ઊર્જા બચત અંગે જાગૃતિ કેળવવા અને છેવાડાના ગ્રાહકો સુધી આ મહત્વપૂર્ણ સંદેશ પહોંચાડવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.વીજ સલામતીનો હેતુ સિદ્ધ કરવાના પ્રયાસરૂપે આગામી તારીખ 2 જુલાઈના રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનરો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત, સામાન્ય જનતાને વીજ વપરાશમાં સલામતી બાબતે માહિતગાર કરવા માટે પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવશે.આ જાગૃતિ રેલી સવારે 9:30 કલાકે શરૂ થશે. પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચ. એમ. ભોજાણીની યાદી મુજબ, આ રેલી પાવર હાઉસ કમ્પાઉન્ડથી શરૂ થઈને ગેંડા સર્કલ - મયુર પુલ - નગર દરવાજા - રવાપર રોડ - બાપા સીતારામ ચોક - નવા બસ સ્ટેન્ડ થઈને ભક્તિ નગર સર્કલ ખાતે પહોંચશે અને લોકોને જાગૃત કરવાનું કાર્ય કરશે.#Morbi #MorbiUpdate #PGVCL #SafetyWeek #ElectricalSafety #EnergyConservation #MorbiNews #Gujarat