એન્જીનિયર એસોસિએશન દ્વારા વેજીટેબલ રોડ ઓફીસ ખાતે વિરોધ પ્રદર્શન મોરબી : સાતમા પગારપંચની માંગ સાથે મોરબી જિલ્લાના વિજકર્મીઓ દ્વારા વેજીટેબલ રોડ સ્થિત વડી કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં વિજકંપનિમાં ફરજ બજાવતા વિજકર્મચારીઓ દ્વારા સાતમા પગારપંચ મુજબ પગાર આપવાની માંગ સાથે મોરબીના વેજીટેબલ રોડ સ્થિત વિજતંત્રની વડી કચેરી ખાતે સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી ધરણાં પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વધુમાં જીઈબી એન્જીનીયર એસોસિએશન દ્વારા ધરણા પ્રદર્શનમાં ઉમટી પાડવા તમામ કર્મચારીઓને હાકલ કરી લડતને વધુ મજબૂત બનાવવા નીર્ધાર કરવામાં આવ્યો છે.