મોરબી : મોરબીના બેલોના પેપર મિલમાં મશીન કામ કરતી વેળાએ યુવાનને વીજ શોક લાગતા મોત નીપજ્યું હતું બેલોના પેપર મિલમાં કામ કરતા પ્રવિણભાઈ ઇશ્વરભાઇ ચૌહાણ (ઉ. વ. ૨૫) રહે. બેલોના પેપર મીલ, ઢુવા - માટેલ રોડ ગત રાત્રીના ૧૦:૩૦ વાગ્યાની આસપાસ મશીન માં કામ કરતા હતા. ત્યારે કોઇ કારણોસર ઇલેકટ્રીક શોર્ટ લાગતા યુવાનને સીવીલ હોસ્પિટલમાં ખસેડેલ હતો.જ્યાં ફરજ પર ના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.