મોરબી: 2021ના વર્ષ માટે મોરબી પીપલ્સ ક્રેડિટ કો.ઓપ. સોસાયટીમાં ભાજપની પેનલ બિનહરીફ જાહેર થઈ છે. છેલ્લા 23 વર્ષોથી પીપલ્સ ક્રેડિટ કો.ઓપ.સોસાયટી કોંગ્રેસના કબ્જામાં હતી. 2021ના વર્ષ માટે જાહેર થયેલી મોરબી પીપલ્સ ક્રેડિટ કો.ઓપ.સોસાયટીના બોર્ડ ઓફ ડિરેકટરની ચૂંટણીમાં ભાજપની પેનલ બિનહરીફ જાહેર થતા મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયાએ બિનહરીફ વિજેતા થયેલા બોર્ડ ઓફ ડિરેકટરના 13 સભ્યોને શુભેચ્છા પાઠવી છે. ઉક્ત બોર્ડ ઓફ ડિરેક્ટરમાં બિનહરીફ વિજેતા થયેલા મગનભાઈ ધનજીભાઈ વડાવીયા, પ્રભુલાલ વિરજીભાઈ પનારા, કિશોરભાઈ પ્રભાતભાઈ રાઠોડ, ગણેશભાઈ મોહનભાઇ પડસુંબીયા, ચંદુભાઈ બચુભાઈ કુંડારીયા, જીતેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ, દેવજીભાઈ પીતાંબરભાઈ કંઝારીયા, રામજીભાઈ ગાંડુભાઈ બાવરવા, કાનજીભાઈ રઘુભાઈ ભાગીયા, હસમુખભાઈ કરશનભાઇ અમૃતિયા, ભાગવત પીતાંબરભાઈ પારધી, લલીતાબેન પ્રાણજીવનભાઈ જકાસણીયા અને સુષ્માબેન ગોવિંદભાઇ પટેલને મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પરિવાર, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા સહિત તમામ કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી.