તા.21થી નવો ભાવ અમલ : હવે મંડળીને કિલો ફેટના રૂ. 680 ચૂકવાશે મોરબી : મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.( મયુર ડેરી) દ્વારા આજે ખરીદભાવમાં રૂ. 10નો વધારો આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભાવવધારો આગામી તા. 21થી અમલમાં આવનાર છે. નવા ભાવ પ્રમાણે હવે મંડળીઓને રૂ. 680 પ્રતિ કિલો ફેટ આપવામાં આવશે. અગાઉ મંડળીઓને રૂ. 670 પ્રતિ કિલો ફેટ આપવામાં આવતા હતા. હવે તેઓને રૂ. 680 આપવામાં આવશે. જ્યારે મંડળીઓને તેના ગ્રાહકોને રૂ. 675 પ્રતિ કિલો ચૂકવામાં આવશે. તેમ સંઘના મેનેજિંગ ડિરેકટર કુંડારીયાની યાદીમાં જણાવાયું છે.