ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન : ગ્રુપ મેમ્બરો દ્વારા ઘાયલ પક્ષીની સારવાર સુશ્રુષા કરાશે મોરબી : માનવીના પતંગ ઉડાવવાના શોખના કારણે ઉત્તરાયણ પર્વમાં અનેક પક્ષીઓ ઘાયલ થઈ તરફડીને મોતને ભેટતા હોય છે ત્યારે મોરબીના યુનાઇટેડ યુથ ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વે પક્ષી બચાવવા મહા અભિયાન શરૂ કર્યું છે અને ઘાયલ પક્ષી જોવા મળે તો લોકોને હેલ્પલાઈનમાં ફોન કરવા જાહેર અપીલ કરી છે. યંગ ઇન્ડિયા ગ્રુપે મોરબીના શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું છે કે અબોલ પક્ષીની સેવા કરવીએ માણસની ફરજ છે. યુનાઇટેડ યુથ ગ્રુપ ઉત્તરાયણના તહેવારમાં ઘાયલ થયેલા પશુ-પક્ષીની સેવા માટે કાર્યરત રહેશે. આપ લોકો અમારા આ કાર્ય માં સાથ સહકાર આપો એવી આશા સાથે સેવા ના કામ માં અમે પાપા પગલી કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. વધુમાં મોરબીના શહેરી વિસ્તારમાં કોઈ પણ પક્ષી ઘાયલ દેખાય તો આ ગ્રુપને મો. ૭૫૭૪૮૮૫૭૪૭ માં કોલ કરવા અનુરોધ કરાયો છે ગ્રુપ મેમ્બરો દ્વારા નિઃશુલ્ક પણે કોઈપણ વિસ્તારમાં ઘરેથી પક્ષી લઇ જવામાં આવશે અને ઘાયલ પક્ષીની સારવાર સુશ્રુષા કરવામાં આવશે.