મોરબી: મોરબીના યુનાઇટેડ યુથ ગ્રુપ દ્વારા આગામી ૨૪મી થી ત્રણ દિવસ પક્ષીઓના ચણ અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.આ કાર્યક્રમ લાભ લેવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે અનેક સેવાકિય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી શહેર ની જાણીતી સંસ્થા યુનાઇટેડ યુથ ગૃપ દ્વારા ઉનાળામાં પક્ષીઓને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત આગામી ૨૪મી થી ત્રણ દિવસ સંસ્થા દ્વારા પક્ષીઓ માટે ચણ અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. આગામી તા.૨૪ ને શનિવારે સરદાર ચેમ્બર, વાવડી રોડ, તા.૨૫ને રવિવારે ઓમ શાંતિ સ્કૂલ ગ્રાઉન્ડ અને તા.૨૬ને સોમવારે ગેંડા સર્કલ મોરબી 2 ખાતે પાણીના કુંડા અને ચણના કુંડાનું વિતરણ કરવામાં આવશે. આ ત્રણ દિવસ દરમ્યાન નજીકના સ્થળે ઉપસ્થિત રહી કુંડા મેળવીને ઘરે લગાવી પુણ્યનું ભાથું બાંધવા માટે યુનાઇટેડ યુથ ગ્રુપ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.