મોરબી : મોરબીના રામકો વિલેજ ખાતે આવેલા ચાંદલીયાવાળા મામાદેવના મંદિરના લાભાર્થે પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ચાંદલીયાવાળા મામાદેવ મિત્ર મંડળ- મોરબી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાત્રે 9 કલાકે લોકડાયરાનું આયોજન કરાયું છે. જેમાં લોક ગાયક ભાવનાબેન પટેલ, લોકગાયક ભાવેશભાઈ ગજ્જર, રાજેશભાઈ ઠાકોર, ગુજરાતી ફિલ્મ કોમેડી એક્ટર મયુરબાપા અને લોકસાહિત્યકાર ભરતભાઈ બારોટ ઉપસ્થિત રહેશે. સાથે જ ચાંદલીયાવાળા મામાદેવના ભુવા યુવરાજસિંહ રાઠોડ હાજરી આપશે. તો આ પાટોત્સવમાં પધારવા સૌને આમંત્રણ પાઠવાયું છે.